Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'મેહા'ના થયા 'અક્ષર પટેલ', લગ્નની આ તસ્વીરો પરથી નહીં હટે આપની આંખો

ભારતીય ક્રિકેટ ટીમ અને ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમનો વધુ એક ક્રિકેટર ઘોડીએ ચઢયો છે. જણાવી દઈએ કે 23 જાન્યુઆરીના રોજ ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને સુનિલ શેટ્ટીની દીકરી અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન થયા હતા. હાલમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલ પણ લગ્ન બંધનમાં બંધાઈ રહ્યો છે. તેના લગ્ન સંબંધિત કેટલાક વીડિયો સોશિયલ મીડિ
 મેહા ના થયા  અક્ષર પટેલ   લગ્નની આ તસ્વીરો પરથી નહીં હટે આપની આંખો
ભારતીય ક્રિકેટ ટીમ અને ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમનો વધુ એક ક્રિકેટર ઘોડીએ ચઢયો છે. જણાવી દઈએ કે 23 જાન્યુઆરીના રોજ ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને સુનિલ શેટ્ટીની દીકરી અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન થયા હતા. હાલમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલ પણ લગ્ન બંધનમાં બંધાઈ રહ્યો છે. તેના લગ્ન સંબંધિત કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સંગીત સેરેમનીમાં અક્ષર પટેલ અને મેહાએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય મેહા અને અક્ષરની હલ્દીની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં બંનેએ એક જ રંગના કપડા પહેર્યા છે. આ સાથે ગળામાં પીળા ફૂલોની માળા પણ જોવા મળે છે.
Advertisement

જુની મિત્ર મેહા સાથે અક્ષરનાં લગ્ન
ગુજરાતનાં નડીયાદનાં રહીશ ક્રિકેટર અક્ષર પટેલ તેની જુની મિત્ર મેહા પટેલ સાથે લગ્ન કરશે.. અક્ષર અને મેહા બંને એકબીજાને ઘણાં લાંબા સમયથી ઓળખે છે.. એકબીજાને સારી રીતે ઓળખતાં હોવાથી બંનેએ જીવનભર સાથે રહેવાનો નિર્ણય કરી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.. જેથી જુના મિત્ર હવે એકબીજાનાં જીવનસાથી બનશે.
વાઈફને એક લક્ઝુરયસ કાર પણ ગીફ્ટ કરી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ જેની સાથે લગ્ન કરવાના છે તે મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તેને ફરવાનો ખૂબ જ શોખ છે, તેને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ સ્થળોએ ફરવાનું પસંદ છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે, મેહાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી જાણવા મળ્યું છે કે તેને ફરવાનો ઘણો શોખ છે. તે દુબઈ, ગોવા અને સ્કોટલેન્ડ ફરી ચૂકી છે. અક્ષર પટેલની મંગેતરે એક હાથ પર અક્ષરના નામ ટેટૂ પણ કરાવ્યું છે. મેહા અક્ષર સાથે પોતાનો ફોટો વારંવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 
અક્ષરે તેના 28મા જન્મદિવસના અવસર પર મેહાને ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જે બાદ બંનેએ એકબીજાને વીંટી પહેરાવીને સગાઈ કરી લીધી હતી. એટલું જ નહીં અક્ષર પટેલે પોતાની મંગેતર અને વુડ બી વાઈફને એક લક્ઝુરયસ કાર પણ ગીફ્ટ કરી છે. એવુ પણ જાણવા મળી રહ્યું છે કે, આ લગ્નની જ એડવાન્સ ભેટ અક્ષરે મેહાને આપી છે. ભેટમાં કાર આપતા અક્ષરે પોતાની ફીલીંગ પણ શેર કરી હતી, અક્ષરે કહ્યું કે, મેહા મારી માટે ખુબ સ્પેશ્યલ છે. અમે છેલ્લા 10 વર્ષથી એક બીજાને ઓળખીએ છે
અક્ષર અને મેહા પટેલ આજે સાત ફેરા લેશે. આ પહેલા અક્ષર અને મેહાની હલ્દી અને મહેંદીની વિધિ થઈ હતી. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે. આ સમારોહમાં ક્રિકેટર જયદેવ ઉનડકટે ભાગ લીધો હતો. અક્ષર પટેલના વરઘોડાના કેટલા વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

સંગીત સેરેમનીમાં અક્ષર પટેલ અને મેહાએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય મેહા અને અક્ષરની હલ્દીની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં બંનેએ એક જ રંગના કપડા પહેર્યા છે. આ સાથે ગળામાં પીળા ફૂલોની માળા પણ જોવા મળે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.